અમેરિકન હાર્ટ એસોસિએશને એક સંશોધન પ્રકાશિત કર્યું છે જે દર્શાવે છે કે વધુ સ્ક્રીન સમય બાળકોના હૃદયને નબળું પાડી રહ્યો છે.
ડેન્માર્કમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ક્રીન સમય વધવાને કારણે બાળકોમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ઇન્સ્યુલિન પ્રતિકારના કેસ વધુ જોવા મળ્યા છે.
જે સુગર અને હૃદય રોગનું જોખમ વધારે છે. આજકાલ હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળી રહ્યા છે.
સંશોધકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે દરરોજ એક વધારાનો કલાક સ્ક્રીન સમય વધારવાથી રોગનું જોખમ અન્ય કરતા વધુ વધે છે.
એટલે કે, જો કોઈ બાળક તેના સાથીદારો કરતાં 3 કલાક વધુ મોબાઇલ પર વિતાવે છે તો તેને હૃદય અને બ્લડ સુગરના રોગનું જોખમ લગભગ 50 ટકા વધી જાય છે.
અહેવાલ મુજબ, 11 વર્ષથી વધુ ઉંમરના દરેક 3 બાળકોમાંથી 1 મોબાઇલના વ્યસની છે. આનાથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય બગડ્યું નથી. પરંતુ તેની માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર પડી રહી છે.
આવા બાળકોમાં આત્મહત્યાની વૃત્તિ પણ અન્ય બાળકોની તુલનામાં બમણી જોવા મળી છે.
ભારતની રાજધાનીમાં 68 ટકા બાળકો દરરોજ સરેરાશ 4 કલાક સ્ક્રીન પર વિતાવી રહ્યા છે. જે 2 કલાકની માર્ગદર્શિકા કરતાં લગભગ બમણું છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો