આપણામાંથી મોટાભાગના લોકોની સવાર 'બેડ ટી' (Bed Tea) થી થાય છે, પરંતુ ડોક્ટરના મતે આ આદત શરીરને નુકસાન પહોંચાડી રહી છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતોના મતે, સવારે ખાલી પેટે દૂધવાળી ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

શું છે કારણ?: ચા માં 'ટેનિન' (Tannins) નામનું કુદરતી તત્વ હોય છે, જે પેટની અંદરના સંવેદનશીલ પડને બગાડી શકે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે, ખાસ કરીને કડક ચા પીવાથી એસિડિટી, પેટમાં બળતરા (હાર્ટબર્ન) અને અપચા જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સૌથી ખતરનાક આદત: ચા સાથે નમકીન, બિસ્કિટ અથવા તળેલા નાસ્તા ખાવાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે.

Published by: gujarati.abplive.com

ચા સાથે તળેલો કે મસાલેદાર નાસ્તો ખાવાથી પેટમાં એસિડનું સ્તર ઝડપથી વધે છે, જેનાથી ગેસ અને ભારેપણું અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

આ ખોટું કોમ્બિનેશન લાંબા ગાળે લિવર પર કામનો બોજ પણ વધારે છે.

Published by: gujarati.abplive.com

શું છે ઉપાય?: ડોક્ટરના મતે, ચા છોડવાની જરૂર નથી, પરંતુ તેને પીવાની રીત સુધારવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ચા ક્યારેય ખાલી પેટે ન પીવી જોઈએ. હંમેશા હળવા નાસ્તા સાથે જ તેનું સેવન કરો જેથી પેટમાં એસિડ જમા ન થાય.

Published by: gujarati.abplive.com

જો તમને વારંવાર એસિડિટી થતી હોય, તો દૂધવાળી ચા ને બદલે હર્બલ ટી અથવા આદુવાળી ચા પીવી વધુ સારી છે, કારણ કે તે પાચન સુધારે છે.

Published by: gujarati.abplive.com