ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ટેટી અને તરબૂચ લોકોના પ્રિય ફળો બની જાય છે



પરંતુ શું તમે જાણો છો કે આ બે ફળોને એક સાથે ખાવામાં આવે તો તેટલા જ નુકસાનકારક પણ બની શકે છે



ટેટી અને તરબૂચનો સ્વભાવ, પોષક તત્વો અને શરીર પર થતી અસર સંપૂર્ણપણે અલગ છે.



તરબૂચની તાસીર ઠંડી હોય છે અને તેમાં 90 ટકા પાણી હોય છે અને શરીરને હાઇડ્રેટ કરે છે.



ટેટી થોડી ભારે હોય છે. તેમાં ફાઇબર અને સુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે.



તરબૂચ ખૂબ જ ઝડપથી પચી જાય છે જ્યારે ટેટીમાં થોડો સમય લાગે છે.



જ્યારે બંને એકસાથે ખાવામાં આવે છે ત્યારે તેનાથી પેટમાં ગેસ, એસિડિટી અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.



ખોટા ખોરાકનું મિશ્રણ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે.



જ્યારે બે અલગ અલગ પ્રકૃતિના ફળો એકસાથે ખાવામાં આવે છે, ત્યારે શરીર તેમને સંપૂર્ણપણે પચાવી શકતું નથી



બે ફળો વચ્ચે ઓછામાં ઓછું 1 થી 1.5 કલાકનું અંતર રાખો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો