તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પરંતુ ખોટી રીત અપનાવવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે.

તાંબાના વાસણમાં લીંબુ પાણી કે ખાટાં પીણાં ન નાખવા, તેનાથી ઝેરી તત્વો બની શકે છે

તાંબાના વાસણમાં કાળજી વગર રોજ પાણી ભરવાથી અંદર કાળો કે લીલો થર જામી જાય છે, જે નુકસાનકારક છે.

દિવસભર સતત તાંબાનું પાણી પીવાથી શરીરમાં કોપર વધી શકે છે

પાણીને ઓછામાં ઓછું 7 થી 8 કલાક તાંબાના વાસણમાં રાખવું જરૂરી છે, તો જ તેના ગુણો મળે છે

તાંબાના વાસણમાં પાણી રાત્રે ભરીને રાખી મૂકો અને સવારે ખાલી પેટ પીવું સૌથી ઉત્તમ છે.

સતત 2 થી 3 મહિના પીધા પછી 1 મહિનો તાંબાનું પાણી પીવાનું બંધ કરવું જોઈએ.

તાંબાના વાસણને હંમેશા જમીન પર રાખવાને બદલે લાકડાના ટેબલ કે સ્ટેન્ડ પર રાખવું.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે