સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, રાત્રિના ભોજનમાં ભાત ખાવાની આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.



રાત્રે ભાત ખાવાથી શરીરમાં કેલરીનો સંગ્રહ વધે છે, જે વજન વધવાનું મુખ્ય કારણ બને છે.



જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે રાત્રે ભાત ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ.



આ આદત આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે.



તેનાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.



જે લોકોને અસ્થમા કે શ્વાસની તકલીફ હોય, તેમના માટે રાત્રે ભાત ખાવા સમસ્યા વધારી શકે છે.



આ સિવાય, જેમને સાઇનસ કે ગળામાં ખરાશની સમસ્યા હોય તેમણે પણ રાત્રે ભાત ન ખાવા જોઈએ.



ડાયાબિટીસના દર્દીઓએ પણ રાત્રિભોજનમાં ભાત ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે સુગર લેવલને અસર કરી શકે છે.



ભાત ખાવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે, કારણ કે ત્યારે શરીર તેને સરળતાથી પચાવી શકે છે.



નોંધ: કોઈપણ આહારમાં ફેરફાર કરતાં પહેલાં હંમેશા ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લેવી.