આપણે નારંગી ખાઈને છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ છાલ વિટામિન C, ફાઈબર અને કેલ્શિયમનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ: તેમાં નારંગીના ગર્ભ (પલ્પ) કરતાં પણ વધુ વિટામિન C હોય છે, જે ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે: છાલમાં રહેલું ફાઈબર મેટાબોલિઝમ ઝડપી બનાવે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પાચન સુધારે છે: તેના સેવનથી ગેસ, એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને પેટ સાફ રહે છે.

Published by: gujarati.abplive.com

કોલેસ્ટ્રોલ કંટ્રોલ: તેમાં રહેલા ફ્લેવેનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસમાં ફાયદાકારક: નારંગીની છાલના સંયોજનો ગ્લુકોઝ લેવલને નિયંત્રિત રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.

Published by: gujarati.abplive.com

ત્વચામાં નિખાર: એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે, તેનો પાવડર ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે અને ત્વચા ચમકદાર બને છે.

Published by: gujarati.abplive.com

શરીર ડિટોક્સ કરે છે: તે શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) ને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Published by: gujarati.abplive.com

ખાવાની રીત: તમે છાલને સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો અથવા તેની ચા બનાવીને પણ પી શકો છો.

Published by: gujarati.abplive.com

ઉપયોગ કરતા પહેલા છાલને સારી રીતે ધોઈ અને સાફ કરવી અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com