શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભરપેટ ભોજન કર્યા પછી પણ તમારું પેટ કેમ ઠીક નથી રહેતું?



ઘણીવાર આપણને લાગે છે કે આપણે સારું ભોજન ખાધું છે પરંતુ છતાં પણ પેટમાં સમસ્યા કેમ થાય છે?



હા, ભોજન કર્યા પછી આપણે અજાણતાં કેટલીક ભૂલો કરીએ છીએ જે આપણા પાચનતંત્રને ખરાબ રીતે અસર કરે છે.



નિષ્ણાંતોના મતે ઘણા લોકો માને છે કે ભોજન કર્યા પછી ફળો ખાવાથી ફાયદાકારક છે પરંતુ આ એકદમ ખોટું છે. ભોજન કર્યા પછી તરત જ ફળો ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે.



ફળોમાં હાજર સુગર અને કાર્બોહાઇડ્રેટ્સ યોગ્ય રીતે પચતા નથી, જેના કારણે પેટમાં ગેસ, પેટ ફૂલવું અને એસિડિટી થઈ શકે છે.



નિષ્ણાતોના મતે, ભોજન કર્યાના ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા અથવા પછી ફળો ખાવા જોઈએ.



ખાધા પછી તરત જ ચા કે કોફી પીવાથી શરીર ખોરાકમાં હાજર પોષક તત્વો શોષી શકતું નથી.



ચા અને કોફીમાં રહેલા ટેનીન અને કેફીન પાચનમાં અવરોધ ઉભો કરે છે,



ખાધા પછી તરત જ કસરત કરવાથી આપણું શરીર પાચન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સ્નાયુઓને ઊર્જા આપે છે.



આ પાચન પ્રક્રિયાને અસર કરે છે અને તમને પેટમાં દુખાવો, ઉલટી અથવા એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.



ખાધા પછી સ્નાન કરવું એ બીજી મોટી ભૂલ છે. આને કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પાચનમાં અવરોધ આવે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો