મૂળો માત્ર એક શાકભાજી નથી, પરંતુ આયુર્વેદમાં તેને અનેક રોગોની દવા માનવામાં આવે છે.



તે પાચનતંત્રને સુધારે છે અને તેનો રસ ખાલી પેટે પીવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે.



મૂળાનું નિયમિત સેવન લિવરને સ્વસ્થ રાખવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.



ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે, કારણ કે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



જે લોકોને એલર્જીની સમસ્યા હોય, તેમના માટે મૂળાનું સેવન લાભદાયી સાબિત થઈ શકે છે.



તે ત્વચા પર થતી ખંજવાળ અને લાલ ચકામા જેવી એલર્જીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે.



તેમાં રહેલા કેટલાક તત્વો કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં પણ ઉપયોગી થઈ શકે છે.



મૂળો વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હોય છે.



તમે તેને શાક, સલાડ અથવા તેના રસના રૂપમાં આહારમાં સામેલ કરી શકો છો.



નોંધ: કોઈ પણ બીમારીમાં તેને ઉપચાર તરીકે વાપરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.