ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 2015 માં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે રાજમામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ આંતરડાના કેન્સર અને કોલોન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર તેમાં હાજર મેગ્નેશિયમ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેકનો ખતરો દૂર કરે છે. રાજમામાં જોવા મળતા કોલીન એસીટીલ્કોલાઇન નામનું ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન કરે છે, જે મગજના વિકાસમાં મદદ કરે છે. રાજમામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. રાજમામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. રાજમામાં આયર્ન, ઝિંક અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાથી રાજમા વજન ઘટાડવામાં મદદ કરે છે.