શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે પરંતુ તે નાના બાળકો માટે જોખમી બની શકે છે.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઠંડીથી બચવા માટે પોતાના સંતાનને હીટર પાસે સૂવડાવે છે

અહીં કેટલાક કારણો છે કે શા માટે રૂમ હીટરનો ઉપયોગ કરવો નાના બાળકો માટે જોખમી બની શકે છે.

રૂમ હીટર આગ લાગવવાનો ખતરો ઉભો કરી શકે છે. જે નાના બાળકો માટે જીવલેણ બની શકે છે.

રૂમ હીટરમાંથી નીકળતી ગરમ હવા નાના બાળકો માટે ખતરનાક બની શકે છે

કારણ કે તે તેમના શરીરનું તાપમાન વધારી શકે છે. તેમની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે.

આવી સ્થિતિમાં જો તમે તેને લાંબા સમય સુધી રૂમ હીટરની સામે રાખશો તો તેમને ભારે નુકસાન થઇ શકે છે

બહુ ઓછા લોકો જાણે છે કે રૂમ હીટરમાંથી ધુમાડો નીકળે છે. રૂમ હીટરમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે.

આ ધુમાડો ધીમે ધીમે બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ક્યારેક આ ધુમાડાને કારણે ગૂંગળામણ પણ થઈ શકે છે.

રૂમ હીટરને એવી જગ્યાએ રાખો જ્યાં નાના બાળકો તેની નજીક ન જઈ શકે.

Published by: gujarati.abplive.com

કોઈ કારણસર તેમાં શોર્ટ સર્કિટ થાય તો તમારા બાળકને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. રૂમ હીટરના તાપમાનને નિયંત્રિત કરો જેથી તે વધુ ગરમ ન થાય.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો