યુવાનોના વાળ સામાન્ય રીતે ટૂંકા હોય છે અને ખુલ્લા રહે છે



તેથી ધૂળ અને પરસેવો વાળમાં ઝડપી રીતે ચોંટીને જાય છે



એવામાં ઘણા યુવાનો રોજ શેમ્પુથી વાળ ધોવે છે



કેટલાકને આથી ફાયદો થાય છે, પણ કેટલાકના વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે



તેથી હવે પ્રશ્ન એ છે કે શું યુવાનોએ રોજ શેમ્પુ કરવું જોઈએ કે નહીં



જો તમને તમારા વાળ ખૂબ ઓઇલી લાગે છે તો રોજનો શેમ્પૂ ફાયદાકારક હોઈ શકે છે



જો તમારા વાળ સૂકા કે નબળા હોય, તો રોજ શેમ્પૂ કરવાથી બચવું શ્રેષ્ઠ છે



સામાન્ય રીતે અઠવાડીયામાં 2‑3 દિવસ શેમ્પૂ કરવું યોગ્ય માનવામાં આવે છે



જે છોકરાઓ રોજ કસરત કરે છે અથવા વધુ પડતો પરસેવો વળતો હોય, તેમને રોજ શેમ્પૂ કરવાની જરૂર પડી શકે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો