એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પેટ નાજુક હોય છે, તેથી આ ઉંમરે તેને ખવડાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ

આ સમયે તેમનું પાચનતંત્ર સંપૂર્ણપણે વિકસિત થયું નથી

આ ઉંમરે વિચાર્યા વિના કોઈપણ પીણું કે ખોરાક આપવો યોગ્ય નથી.

નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે પરંતુ 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને નાળિયેર પાણી ન આપવું જોઈએ.

આ ઉંમરે ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ. 6 મહિના પછી જ્યારે બાળકને હળવો ખોરાક આપવામાં આવે છે, ત્યારે નાળિયેર પાણી ખૂબ ઓછી માત્રામાં આપી શકાય છે

1 થી 2 ચમચીથી શરૂઆત કરો અને ધીમે ધીમે વધારો કરો. નાળિયેર પાણી હંમેશા તાજું હોવું જોઈએ.

નિષ્ણાંતોના મતે 6 મહિનાથી વધુ ઉંમરના બાળકોને નાળિયેર પાણી આપી શકાય છે. પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

હંમેશા તાજું નાળિયેર પાણી આપો. બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ નાળિયેર પાણી આપવાનું ટાળો

બાળકને હંમેશા ખૂબ જ ઠંડુ નાળિયેર પાણી ન આપો. દિવસમાં ફક્ત એક જ વાર આપો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો