લોકો ઘણીવાર ખાલી પેટે ચિયા બીજ, જીરું કે તજનું પાણી પીવે છે.



પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું ખાટા ફળોનો જ્યુસ ખાલી પેટે પીવો જોઈએ?



સવારે ખાલી પેટે નારંગી, આમળા જેવા ખાટા ફળોનો રસ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.



આ ફળોમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે પેટ માટે સારું નથી.



લીંબુ, નારંગી અને દ્રાક્ષ જેવા ખાટા ફળો એસિડિક હોય છે.



જ્યારે તમે તેને ખાલી પેટે પીઓ છો ત્યારે પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે, જે હાર્ટબર્ન અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.



પેટમાં એસિડિટી વધવાથી પેટમાં બળતરા થઈ શકે છે.



જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ગેસ્ટ્રાઇટિસની સમસ્યા થઈ શકે છે



ભલે રસમાં સુગર ન હોય છતાં પણ તેમાં નેચરલ સુગર હોય છે.



ખાલી પેટે તેને પીવાથી બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે



જો તમે સાઇટ્રસ ફળોનો રસ પીવા માંગતા હોવ તો તેને ભોજન લીધા પછી પીવો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો