ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી તમને ગરમીમાં થોડા સમય માટે રાહત મળી શકે છે



પરંતુ વધુ પડતું ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી.



આ અંગે ઘણા સંશોધનો થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે હૂંફાળું પાણી પીવું એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



પાચનક્રિયા સુધારવાની સાથે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે.



અનેક સંશોધનમાં જાણવા મળ્યું કે જ્યારે પણ ગરમીમાંથી ઘરે આવો છો ત્યારે તમારે તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ



તેના બદલે તમારે ફક્ત નોર્મલ પાણી પીવું જોઈએ, તેનાથી શરીર પર કોઈ ખરાબ અસર થતી નથી.



ગરમ પાણી તમારા શરીરમાંથી કુદરતી રીતે ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.



તે કિડની અને લીવરના ફંક્શનમાં પણ સુધારો કરે છે.



NCBI ના એક સંશોધન મુજબ, હૂંફાળું પાણી પીવું આંતરડાને સુધારવા અને બળતરા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે.



જો તમે ખાલી પેટે હૂંફાળું પાણી પીઓ છો તો તે તમારા તણાવ અને ચિંતાને અમુક હદ સુધી ઘટાડે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો