બટાકા પોષક તત્વોનો ભંડાર છે, પરંતુ રાત્રે તેને ખાવા અંગે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે.

Published by: gujarati.abplive.com

નવરાત્રિના ઉપવાસમાં બટાકા મુખ્ય ફરાળી ખોરાક છે, તેથી તેને ખાવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

શું રાત્રે બટાકા ખાઈ શકાય?: હા, નિષ્ણાતોના મતે રાત્રે બટાકા ખાઈ શકાય છે, પરંતુ તેને કેવી રીતે રાંધવામાં આવ્યા છે તે મહત્વનું છે.

Published by: gujarati.abplive.com

આ રીતે ખાવાનું ટાળો: રાત્રે તળેલા બટાકા, ફ્રેન્ચ ફ્રાઈસ કે ચિપ્સ (ફરાળી ચેવડો) જેવી ભારે વાનગીઓ ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

તળેલી વસ્તુઓ પચવામાં ભારે હોય છે, જે રાત્રે પાચનતંત્ર પર બોજ વધારી શકે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

આ રીતે ખાઓ: રાત્રે બાફેલા કે શેકેલા (Baked) બટાકા ખાવા એ એક સ્વસ્થ અને ઉત્તમ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

સારી ઊંઘ માટે ફાયદાકારક: બાફેલા બટાકામાં પોટેશિયમ અને 'ટ્રિપ્ટોફન' નામનું તત્વ હોય છે, જે મગજને શાંત કરી ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બટાકામાં રહેલું ફાઇબર પાચન સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે અને તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

આમ, રાત્રે યોગ્ય રીતે રાંધેલા બટાકાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com