લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ.



જો કે, ઉનાળામાં કાચા લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું હિતાવહ છે.



ઉનાળાની ગરમીમાં દરરોજ કાચા લસણની માત્ર એક કળી ખાવી ફાયદાકારક હોઈ શકે છે.



વધુ પડતું કાચું લસણ ઉનાળામાં પેટમાં બળતરાની સમસ્યા ઊભી કરી શકે છે.



ઉનાળામાં લસણનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.



શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દરરોજ એક કળી કાચું લસણ ખાવાથી રાહત મળી શકે છે.



દાંતના દુખાવાની સમસ્યામાં કાચા લસણની કળીને દુખતા દાંત નીચે દવા તરીકે મૂકવાથી આરામ મળે છે.



કાચું લસણ ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.



ઉનાળામાં લસણના ફાયદા મેળવવા માટે તેનું સેવન યોગ્ય માત્રામાં કરવું જરૂરી છે.



જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો લસણનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.