પરંતુ, વધુ પડતા ગરમ પાણીથી સ્નાન કરવું નુકસાનકારક હોઈ શકે છે.



ખૂબ ગરમ પાણીથી નહાવાથી તમારી ત્વચામાં વધુ શુષ્કતા આવી શકે છે. ગરમ પાણી તમારી ત્વચામાંથી કુદરતી ભેજ છીનવી લે છે.



જો તમે પણ ગરમ પાણીથી સ્નાન કરો છો, તો સાવચેત રહો. ખૂબ ગરમ પાણીથી નહાવાથી ત્વચામાં ખંજવાળ આવી શકે છે. આવી સ્થિતિમાં ત્વચાનું કુદરતી તેલ ખતમ થઈ જાય છે.



ખૂબ ગરમ પાણીથી નહાવાથી તમારી ત્વચાના છિદ્રો ખુલી જાય છે. તેના કારણે છિદ્રોમાં ગંદકી જામી શકે છે. તેનાથી શરીરમાં ખીલ અને ફોલ્લીઓ થઈ શકે છે.



વધારે સમય સુધી સ્નાન ન કરો લોકો ઠંડા હવામાનમાં ગરમ પાણીથી સ્નાન કરે છે. આવી સ્થિતિમાં તમારે ઝડપથી સ્નાન કરવું જોઈએ.



વધુ સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.



ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ આખા શરીર પર સારી રીતે મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને ખંજવાળ પણ મટે છે.



ગરમ પાણીથી સ્નાન કરતા પહેલા, તમે તમારા શરીરને તેલથી માલિશ કરી શકો છો. આનાથી તમને ગરમ પાણી કરતાં વધુ નુકસાન નહીં થાય.



ખૂબ ગરમ પાણીથી નહાવાથી ત્વચાને નુકસાન થાય છે. તમારે સાદા અથવા હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ.