ઉનાળો એટલે કેરી ખાવાની સીઝન. ઘણા લોકો કેરી ખાવાના ખૂબ શોખીન હોય છે.



કેરીના ક્રેઝને ધ્યાનમાં રાખીને ભારતમાં તેની ઘણી જાતો ઉગાડવામાં આવે છે.



ફળોના રાજા કેરીના મીઠા અને રસદાર સ્વાદ માટે દરેક વ્યક્તિ દિવાના છે.



ઘણા પોષક તત્વોથી ભરપૂર કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.જોકે, તેને વધુ પડતું ખાવાથી ગેરફાયદા થઈ શકે છે.



કાર્બાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવાથી અપચો, કબજિયાત, એસિડિટી, ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે.



તેથી હંમેશા કુદરતી રીતે પાકેલી કેરીઓ ખાઓ. કેરી ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે અથવા પેટમાં દુખાવો થઈ શકે છે.



દિવસમાં સતત એક કે બે કરતાં વધુ કેરી ખાવાથી ઝાડા થઈ શકે છે. વધુ કેરી ખાવાથી વજન વધવાનો ભય રહે છે



દિવસમાં એક કે બે કેરીથી વધુ ન ખાઓ અને તેને ભોજન અથવા નાસ્તા તરીકે ખાઓ.



કેરીમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ તેને વધુ માત્રામાં ન ખાવી જોઇએ



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો