ડિનર પછી ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પાચન સુધારવામાં, વજન ઘટાડવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ડિનર પછી કેટલા સમય સુધી ચાલવું જોઈએ અને કેટલા સમય સુધી ચાલવું ફાયદાકારક છે. સામાન્ય રીતે ડિનર પછી ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચાલવું શ્રેષ્ઠ છે રાત્રે ચાલવાથી પાચનતંત્ર સક્રિય થાય છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યા ઓછી થાય છે ડિનર પછી ચાલવાથી કેલરી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત ચાલવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે ચાલવું હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તે બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો