દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની ત્વચા હંમેશા યુવાન અને સુંદર રહે. પરંતુ વધતી ઉંમરને કારણે કરચલીઓ, ડાઘ દેખાવા લાગે છે.



ચાલો જાણીએ એવા ફળો વિશે જે તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરશે.



નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેજનનું ઉત્પાદન વધારે છે.



દરરોજ નારંગી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.



કેરીમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને બીટા-કેરોટીન ત્વચાને હાઇડ્રેટ રાખે છે.



સફરજનને એન્ટી એન્જિંગ ફળ માનવામાં આવે છે. તેમાં હાજર વિટામિન A, C અને E ત્વચાને મુક્ત રેડિકલથી બચાવે છે.



દરરોજ એક સફરજન ખાવાથી ત્વચા ચમકતી અને યુવાન રહે છે.



દ્રાક્ષમાં પોલીફેનોલ્સ અને રેસવેરાટ્રોલ હોય છે, જે ત્વચાને ડિટોક્સિફાય કરે છે.



કીવી વિટામિન સી અને ઇથી ભરપૂર છે. કિવી ખાવાથી ત્વચા કુદરતી રીતે બ્રાઈટ બને છે.



સ્ટ્રોબેરીમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સ ત્વચાને યુવી કિરણોથી બચાવે છે. તેમાં હાજર એલેજિક એસિડ ત્વચાને યુવાન અને તાજગી આપે છે.



કેળામાં વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો