જો તમે કબજિયાતથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ સવારે પલાળેલી ખજૂર ખાઓ. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પલાળેલી ખજૂરનું સેવન ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે. પલાળેલી ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. ફાઇબર મળને નરમ બનાવે છે અને આંતરડાની હિલચાલ વધારે છે જેનાથી કબજિયાતથી રાહત મળે છે. રોજ સવારે ખાલી પેટે થોડી પલાળેલી ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ સિવાય ખજૂર ઈમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરે છે. પલાળેલી ખજૂર ખાવાથી એનિમિયામાં પણ રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે.