ઉનાળામાં લોકપ્રિય પીણું હોવા છતાં, શેરડીનો રસ આ લોકોના સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન.



ઉનાળાની ગરમીમાં રાહત આપતો શેરડીનો રસ ઘણા લોકો માટે પ્રિય પીણું છે, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.



નિષ્ણાતોના મતે, અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ.



ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ ટાળવો જોઈએ, કારણ કે તેમાં રહેલી નેચરલ શુગર બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે.



મેદસ્વી લોકો માટે પણ શેરડીનો રસ યોગ્ય નથી, કારણ કે તે વજન વધારી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે.



દાંતની સમસ્યાઓ ધરાવતા લોકો માટે શેરડીનો રસ હાનિકારક છે, કારણ કે ખાંડ દાંતના સડોને પ્રોત્સાહન આપે છે.



પાચન સંબંધી સમસ્યાઓ, જેમ કે ગેસ અને એસિડિટી ધરાવતા લોકોએ પણ શેરડીનો રસ ટાળવો જોઈએ, કારણ કે તે પાચનક્રિયાને ધીમી કરી શકે છે.



કિડનીના રોગોથી પીડાતા દર્દીઓએ પણ શેરડીનો રસ ન પીવો જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની માટે યોગ્ય નથી.



આમ, શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં, અમુક લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.