મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



તે વજન ઘટાડવાની સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય, માનસિક શાંતિમાં પણ સુધારો કરે છે.



ઉનાળાની ઋતુમાં મોર્નિંગ વોક દરમિયાન કેટલીક ભૂલો કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.



જો તમે મોર્નિંગ વોક દરમિયાન કેટલીક ભૂલો કરો છો તો નુકસાન પણ થઇ શકે છે



ઘણા લોકો માને છે કે ખાલી પેટ ચાલવાથી વધુ કેલરી બર્ન થશે, પરંતુ આ ખોટું છે.



ખાલી પેટ ચાલવાથી શરીરમાં ઉર્જાનો અભાવ થઈ શકે છે, જેના પરિણામે ચક્કર, નબળાઈ અથવા લો બ્લડ પ્રેશર થઈ શકે છે.



મોનિંગ વોક અગાઉ હળવો અને પૌષ્ટિક નાસ્તો ખાઓ



જો તમે લાંબા સમય સુધી ચાલવાના છો તો તમે પ્રોટીનયુક્ત નાસ્તો લઈ શકો છો.



ચાલતા પહેલા 5-10 મિનિટ હળવી સ્ટ્રેચિંગ અથવા વોર્મ-અપ કરો.



ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ કોફી પીવાની આદત હોય છે, પરંતુ મોનિંગ વૉક પહેલા કોફી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.



મોનિંગ વૉક અગાઉ નાળિયેર પાણી અથવા સાદું પાણી પીવું એ વધુ સારો વિકલ્પ છે.



જો મોનિંગ વૉક અગાઉ પાણી ન પીવાય તો થાક, ચક્કર કે સ્નાયુઓમાં ખેંચાણ આવી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો