ઉનાળાની ઋતુના કારણે શરીરમાં ડિહાઇડ્રેશનનું જોખમ વધે છે.



આવી સ્થિતિમાં ફક્ત પાણી પીવું પૂરતું નથી પરંતુ એવો ખોરાક લેવો જરૂરી છે, જે શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે.



કેટલીક શાકભાજી કુદરતી રીતે પાણીથી ભરપૂર હોય છે અને શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામા મદદરૂપ થાય છે.



કાકડી ઉનાળાની શ્રેષ્ઠ શાકભાજીઓમાંની એક છે, કારણ કે તેમાં લગભગ 95 ટકા પાણી હોય છે.



દૂધી એક હલકું અને સરળતાથી પચાય તેવું શાક છે જેમાં 92 ટકા પાણી હોય છે. શરીરને ઠંડક આપવા ઉપરાંત, તે પાચનમાં પણ સુધારો કરે છે.



દૂધીમાં કેલરી ખૂબ ઓછી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.



ટામેટામાં 94 ટકા પાણી હોય છે અને લાઇકોપીન નામનું એન્ટીઑકિસડન્ટ પણ હોય છે



ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો