શિયાળાની સીઝન શરૂ થતાં જ ખાંસી, શરદી જેવી સમસ્યાઓમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

ઠંડી હવા, તાપમાનમાં ઘટાડો અને રોગપ્રતિકારક શક્તિ કમજોર થવાથી લોકો ઝડપથી માંદા પડી જાય છે

શરૂઆતમાં શરદી અને ઉદરસ સામાન્ય લાગે છે

પરંતુ ક્યારેક આ નાની વાતો ધીમે-ધીમે વધી ને ન્યૂમોનિયા જેવા ગંભીર ચેપમાં બદલાઈ જાય છે

ખાસ કરીને બાળકો, વયસ્કો, ગર્ભવતી સ્ત્રીઓ અને પહેલાંથી બીમાર લોકો પર આ અસર વધારે થાય છે

શિયાળામાં ન્યૂમોનિયાનાં કેસ કેમ વધી જાય છે?

ઠંડી હવા ફેફસાંને અસર કરે છે, બંધ રૂમ અને ઓછો વેન્ટિલેશન હોવા કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

અસ્થમા, હાર્ટની સમસ્યા, ડાયાબિટીસ અથવા COPD ધરાવતા લોકોમાં શિયાળામાં ફેફસાં પર વધારાનો ભાર પડે છે

આવા સમયમાં પોતાની સુરક્ષા કેવી રીતે રાખવી?

ગરમ કપડાં પહેરો, હાથોની નિયમિત સફાઈ રાખો, પૂરતું પાણી પીવો

ઇમ્યુનિટી વધારે તેવું ભોજન કરો. બીમાર લોકો સાથે થોડું અંતર રાખો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.