કેલ્શિયમ આપણા શરીર માટે એક આવશ્યક મિનરલ છે. જે હાડકાં અને દાંતને મજબૂત કરે છે



સ્નાયુઓની યોગ્ય કામગીરીમાં અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



જો કે, કેટલીક ખાદ્ય વસ્તુઓ જે શરીરમાં કેલ્શિયમના શોષણમાં અવરોધ લાવી શકે છે અથવા તેની ઉણપનું કારણ બની શકે છે.



વધુ પડતુ મીઠુ ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.



જ્યારે આપણે મીઠુ વધુ ખાઇએ છીએ તો તે કિડની દ્વારા શરીરમાંથી કેલ્શિયમ દૂર કરે છે.



કોફી, ચા અને એનર્જી ડ્રિંક્સ જેવા કેફીનયુક્ત પીણાં વધુ માત્રામાં પીવાથી કેલ્શિયમના શોષણ પર અસર પડી શકે છે.



કેફીન શરીરમાં કેલ્શિયમની ઉણપ વધારે છે અને યુરિન મારફતે કેલ્શિયમ બહાર કાઢી શકે છે.



સોફ્ટ ડ્રિંક્સ અને કાર્બોનેટેડ પીણાંમાં ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડી શકે છે.



પ્રોટીન આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ જો તેનું પ્રમાણ વધે તો તે કેલ્શિયમના શોષણને અસર કરી શકે છે.



પાલક, બીટ અને સ્વિસ ચાર્ડ જેવા કેટલાક ખાદ્ય પદાર્થોમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે.



ઓક્સાલેટ કેલ્શિયમ સાથે જોડાઈને એક સંયોજન બનાવે છે જે શરીર શોષી શકતું નથી



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો