જ્યારે શરીરમાં પોષણનો અભાવ હોય છે ત્યારે શરીરના ઘણા કાર્યો કરવામાં સમસ્યા થાય છે.



જેના વિશે આપણું શરીર અનેક પ્રકારના સંકેતો આપીને આપણને ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે.



જોકે, ઘણી વખત આપણે આ સંકેતોને અવગણીએ છીએ જેના કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે



પગ અથવા શરીરના અન્ય ભાગોના સ્નાયુઓમાં અચાનક ખેંચાણ અને દુખાવો માત્ર થાકની નિશાની નથી



પરંતુ શરીરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપની નિશાની પણ હોઈ શકે છે.



ડિહાઇડ્રેશન પણ આનું એક મહત્વપૂર્ણ કારણ છે. આ માટે તમારા ડાયટમાં કેળા, પાલક, શક્કરિયા, દહીં, બદામને સામેલ કરો. પુષ્કળ પાણી પીવો.



જો વાળ વધુ ખરતા હોય તો તે આયર્ન, ઝિંક, વિટામિન-બી7 (બાયોટિન), વિટામિન-ડી અને પ્રોટીનની ઉણપનું લક્ષણ હોઈ શકે છે.



આયર્નની ઉણપ વાળ ખરવાનું એક સામાન્ય કારણ છે. આને ટાળવા માટે તમારા ડાયટમાં શાકભાજી, કઠોળ, બદામ, ઈંડા, માછલી અને દહીંનો સમાવેશ કરો.



હંમેશા થાક અને નબળાઈ અનુભવો છો તો તે આયર્ન, વિટામિન-બી12, વિટામિન-ડી અથવા ફોલેટની ઉણપનું લક્ષણ હોઈ શકે છે.



આયર્નની ઉણપ શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ ઘટાડે છે, જેના કારણે થાક લાગે છે.



નખ પીળા પડવા એ પણ પોષણની સમસ્યાની નિશાની છે.



વારંવાર મોઢામાં ચાંદા પડવાથી માત્ર પીડા થાય છે જ નહીં, પરંતુ તે શરીરમાં વિટામિન B12, આયર્ન, ઝિંક અથવા ફોલેટની ઉણપનું પણ સંકેત હોઈ શકે છે.



બ્રશ કરતી વખતે અથવા સફરજન જેવા કઠણ ફળને ખાતી વખતે પેઢામાંથી રક્તસ્ત્રાવ થવો સામાન્ય નથી. આ વિટામિન C ની ઉણપનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો