હવે યુવાનો પણ હૃદયરોગનો ભોગ બની રહ્યા છે.



જંક ફૂડ, પ્રોસેસ્ડ માંસ, વધુ પડતું મીઠું,ધૂમ્રપાન, દારૂ જેવી બાબતો હૃદય પર સીધી અસર કરે છે.



આ સાથે તણાવ અને ઊંઘની ઉણપ પણ હૃદયને નબળું પાડે છે.



હૃદયમાં ખામીને કારણે થાક, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ચક્કર વગેરે જેવી સમસ્યાઓ સૌ પ્રથમ દેખાય છે.



જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરતું નથી ત્યારે મગજ, કિડની અને ફેફસાં જેવા અંગો પણ પ્રભાવિત થાય છે.



લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે ઓક્સિજન અને પોષક તત્વો અંગો સુધી પહોંચી શકતા નથી



કેટલાક કિસ્સાઓમાં હાર્ટ ફેઈલ, સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર સ્થિતિઓ પણ થઈ શકે છે.



નિષ્ણાંતોના મતે ફળો અને પાંદડાવાળા શાકભાજી એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે જે હૃદયની નસોને સાફ કરવામાં મદદ કરે છે.



ઓટ્સમાં વધુ ફાઇબર હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.



બદામ અને અખરોટમાં હેલ્ધી ચરબી અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયને પોષણ આપે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો