હૃદયને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખોરાક ખૂબ મહત્વનો છે.

દિલને તંદુરસ્ત રાખવા અને નસોના બ્લોકેજ દૂર કરવા આ સુપરફૂડ્સ ખૂબ જ ઉપયોગી છે.

બીટ નાઈટ્રિક ઓક્સાઈડ વધારવામાં મદદ કરી શકે છે, જે બ્લડ ફ્લો સુધારવામાં સહાયક છે.

બેરીઝમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લસણમાં રહેલું એલિસિન બ્લડ વેસલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે

હળદરમાં રહેલું કરક્યુમિન શરીરની અંદરની સોજા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

દાડમમાં રહેલા પોલીફેનોલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ધમનીઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

તજ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

માત્ર કોઈ એક સુપરફૂડ ખાવાથી ધમનીઓની બ્લોકેજ દૂર થતી નથી.

હાર્ટ બ્લોકેજ કે હાર્ટ એટેકનું જોખમ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.