ઉનાળાની ગરમી અને પરસેવાને કારણે વાળ ખૂબ જ શુષ્ક (Dry) અને નિર્જીવ થઈ જાય છે

વધતા તાપમાન અને શરીરમાં પાણીની અછતની અસર વાળ પર પણ પડે છે.

વાળને સિલ્કી અને ચમકદાર બનાવવા માટે તમે ઘરે જ એલોવેરા હેર માસ્ક બનાવી શકો છો

2 ચમચી ફ્રેશ એલોવેરા જેલ લો. તેમાં 1 થી 2 ચમચી નાળિયેર તેલ ઉમેરો.

આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો, આ માસ્કને તમારા સ્કાલ્પ અને વાળની આખી લંબાઈ પર સારી રીતે લગાવો. 1 કલાક પછી વોશ કરી લો

તમે એલોવેરા જેલમાં મધ ઉમેરીને પણ લગાવી શકો છો. આ મિશ્રણ વાળને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.

તે વાળની ડ્રાયનેસ દૂર કરે છે, વાળને નરમ અને સિલ્કી બનાવે છે.

બે ચમચી એલોવેરામાં એક ચમચી મધ ઉમેરી તેને વાળ પર લગાવો

સાથે તમે દહીનો પણ ઉપયોગ કરી શકો છો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો