શરીરમાં યુરિક એસિડ વધવાથી સાંધામાં દુખાવો અને સોજા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે.



આ સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે, કેટલાક શાકભાજી ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે.



આ શાકભાજીમાં 'પ્યુરિન' નામનું તત્વ વધુ હોય છે, જે યુરિક એસિડને વધારે છે.



પાલક: પૌષ્ટિક હોવા છતાં, પાલકમાં પ્યુરિન વધુ હોવાથી યુરિક એસિડના દર્દીઓએ તેનાથી દૂર રહેવું.



બ્રોકોલી: બ્રોકોલીનું સેવન પણ શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારી શકે છે.



કોબીજ/ફૂલકોબી: કોબીજ અને ફૂલકોબી પણ પ્યુરિનના ઊંચા પ્રમાણને કારણે નુકસાનકારક બની શકે છે.



મશરૂમ: મશરૂમમાં પણ પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેને ખાવાનું ટાળવું જોઈએ.



શાકભાજી ઉપરાંત, યુરિક એસિડના દર્દીઓએ ઈંડા ખાવાથી પણ બચવું જોઈએ.



ઈંડા યુરિક એસિડની સાથે સાથે બ્લડ પ્રેશર પણ વધારી શકે છે.



જો તમને યુરિક એસિડની સમસ્યા હોય, તો તમારા આહારમાં ફેરફાર કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.