સવારે ઊઠતાં જ સૌથી પહેલા લોકો નોટિફિકેશન્સ ચેક કરે છે

તે પછી મિત્રની નવી પોસ્ટ, સ્ટેટસ અને ઓફિસના મેઇલ્સ ચેક કરે છે

પથારીમાં ઊઠતાં પહેલાં જ અડધો કલાક સોશિયલ મીડિયા અને મેસેજમાં પસાર થઈ જાય છે

પરંતુ આ આદત આપણા મગજ, શરીર અને મૂડ પર ગહન પ્રભાવ પાડે છે

મોબાઇલની સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઇટ આંખો માટે ઝેર જેવી હોય છે

સવારે ઉઠતાં જ સ્ક્રોલિંગ શરૂ કરવાથી મગજ પર દબાણ પડે છે

બીજા લોકોની પોસ્ટ, ડરામણી હેડલાઇન્સ અથવા ઓફિસની ટેન્શનભરી મેઇલ્સ તમારા દિવસની શરૂઆતને નકારાત્મક બનાવી દે છે

આ ઉપરાંત, મોબાઇલની લત તમારા ફોકસ કરવાની ક્ષમતાને મોટા પ્રમાણમાં ઘટાડે છે

સવારે સ્ક્રીન જોવાથી મગજ થાકેલું અનુભવે છે, જેના કારણે દિવસભર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે

પરિણામે કામમાં ભૂલો, અભ્યાસમાં મન ન લાગવું અને ચિડચિડાપણું જેવી સમસ્યાઓ વધી જાય છે

મોબાઇલનો અતિરેક્ટ ઉપયોગ માત્ર આદત નથી એક ધીમે ધીમે ઝેર સમાન અસર છે

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે.