કબજિયાત એ એક એવી સમસ્યા છે જે લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક પરેશાન કરે છે.

લોકો ઘણીવાર વિચારે છે કે કબજિયાત ફક્ત ઓછા ફાઇબર, ઓછું પાણી પીવા અથવા લાંબા સમય સુધી બેસવાને કારણે થાય છે.

આ સત્ય છે પરંતુ નિષ્ણાંતોના મતે કેટલાક વિટામિન્સની ઉણપ એ કબજિયાતનું કારણ હોઈ શકે છે

વિટામિન ડી માત્ર હાડકાં માટે જ મહત્વપૂર્ણ નથી પણ આંતરડાના સ્નાયુઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે.

તેની ઉણપથી આંતરડાનું કાર્ય ધીમું થઈ જાય છે.

વિટામિન ડીની ઉણપથી લોકો ઘણીવાર કબજિયાતનો અનુભવ કરે છે.

વિટામિન B1 પાચન અને ઉર્જા ઉત્પાદન માટે જરૂરી છે. જ્યારે તે ઓછું હોય છે ત્યારે પેટ ખોરાકને ધીમે ધીમે પચાવે છે જેના કારણે કબજિયાત થાય છે.

વિટામિન Cની ઉણપ કબજિયાતને વધુ ખરાબ કરી શકે છે. આને દૂર કરવા માટે વિટામિન C થી ભરપૂર ખોરાક ખાઓ

વિટામિન B12 આંતરડાની ચેતાને સ્વસ્થ રાખે છે. જ્યારે તે ઓછું હોય છે, ત્યારે આંતરડાની ગતિ ધીમી પડી જાય છે જેના કારણે કબજિયાત થાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો