આજકાલ ડાયાબિટીસ એટલો સામાન્ય બની ગયો છે કે દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ તેનો શિકાર બને છે.



ડાયાબિટીસ પાછળ બીજા ઘણા કારણો છે, જેમાંથી એક સૌથી આશ્ચર્યજનક કારણ વિટામિનની ઉણપ છે.



વિટામિન ડી ફક્ત હાડકાં માટે જ સારું નથી, પરંતુ તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ નિયંત્રિત કરે છે.



તે ઇન્સ્યુલિનના ઉત્પાદન અને અસરકારકતામાં સુધારો કરવામાં મદદ કરે છે.



જ્યારે શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય છે ત્યારે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કાર્ય કરતું નથી



બ્લડ સુગર વધવા લાગે છે. જેના કારણે તમને ટાઇપ 2 ડાયાબિટીસની સમસ્યા થવા લાગે છે.



વિટામીન ડીના લક્ષણોમાં હંમેશા થાક અનુભવવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો,વારંવાર બીમાર પડવું છે.



દરરોજ સવારે 20-30 મિનિટ સૂર્યપ્રકાશ શરીરને વિટામિન ડી પ્રદાન કરે છે.



જો વિટામિન ડીની ઉણપની જલદી સારવાર કરી લેવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો