વધતું વજન અનેક બીમારીઓને નોતરે છે, પરંતુ રસોડામાં રહેલા સામાન્ય મસાલાઓ વજન ઘટાડવામાં રામબાણ સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આ મસાલાઓ માત્ર વજન જ નથી ઘટાડતા, પણ શરીરને ડિટોક્સ કરે છે અને ઉર્જાનું સ્તર જાળવી રાખે છે.

Published by: gujarati.abplive.com

જીરું: બેલી ફેટ (પેટની ચરબી) ઘટાડવા માટે સવારે ખાલી પેટે અને રાત્રે જમ્યા પછી જીરાનું પાણી પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

લવિંગ: તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ મેટાબોલિઝમ સુધારે છે અને પાચનશક્તિ મજબૂત કરી વજન ઉતારે છે.

Published by: gujarati.abplive.com

મેથી: રાત્રે પલાળેલી મેથીનું પાણી સવારે ગરમ કરીને પીવાથી ચરબી ઝડપથી ઓગળે છે અને પેટની તકલીફો દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

તજ: ગરમ પાણીમાં તજ નાખીને પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને શરીરની ચરબી ઘટે છે.

Published by: gujarati.abplive.com

વરિયાળી: વિટામિન A, D અને C થી ભરપૂર વરિયાળી પાચન ક્રિયા સુધારીને બોડી ફેટ ઓગાળવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

આ તમામ મસાલાઓમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સોજો ઉતારવામાં પણ મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

નિયમિતપણે આ ઘરેલું ઉપાયો અજમાવવાથી થોડા જ દિવસોમાં તમને વજનમાં ફરક દેખાવા લાગશે.

Published by: gujarati.abplive.com

(ડિસ્ક્લેમર): આ ઉપાયો શરૂ કરતા પહેલા તમારા ડાયટિશિયન અથવા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com