વજન ઘટાડવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ બંન્ને પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.



રાત્રિ ભોજનમાં ખોટી વસ્તુઓ ખાવાથી વજન વધી શકે છે



કારણ કે રાત્રે આપણું મેટોબોલિઝમ ધીમું પડી જાય છે.



તેથી વ્યક્તિએ ડિનરમાં હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ



લીલા શાકભાજીના સલાડમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે



દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.



તેમાં પ્રોટીન પણ હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.



સૂપ પીવાથી પેટ ભરાય છે અને કેલરી ઓછી થાય છે. તમે ઘરે સ્વસ્થ સૂપ બનાવી શકો છો



ઓટ્સમાં ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ધીમે ધીમે પચે છે જેના કારણે તમને આખી રાત ભૂખ લાગતી નથી.



ફળો વિટામિન અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે પરંતુ ફળો રાત્રે ન ખાવા જોઈએ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો