પ્રોટીન એ શરીરના સ્નાયુઓ, ત્વચા, વાળ અને કોષોના નિર્માણ તથા સમારકામ માટે સૌથી જરૂરી પોષક તત્વ છે.



અપૂરતો આહાર કે પાચનની સમસ્યાને કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય છે, જેના ગંભીર લક્ષણો દેખાય છે.



સ્નાયુઓની નબળાઈ: પ્રોટીનની કમીથી સ્નાયુઓ સંકોચાય છે, શરીરમાં શક્તિ ઘટે છે અને સતત થાક લાગે છે.



વાળ ખરવા: વાળના મૂળ નબળા પડી જાય છે, વાળ વધુ તૂટે છે અને તેમનો રંગ પણ ફિક્કો પડી શકે છે.



શુષ્ક ત્વચા અને નબળા નખ: ત્વચા નિસ્તેજ અને સૂકી બને છે તથા નખ તૂટવા લાગે છે અથવા તેના પર સફેદ ડાઘ દેખાય છે.



નબળી રોગપ્રતિકારક શક્તિ: પ્રોટીનની ઉણપથી વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, કારણ કે શરીર ચેપ સામે લડી શકતું નથી.



ઘા મોડા રુઝાવા: શરીરમાં કોઈપણ ઈજા કે ઘાને રુઝાવવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગે છે.



ખોટો આહાર, પાચનની ગરબડ કે લાંબી બીમારી આ ઉણપના મુખ્ય કારણો હોઈ શકે છે.



આ ઉણપને દૂર કરવા માટે આહારમાં દાળ, કઠોળ, પનીર, ઈંડા જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.



જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તેને અવગણવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.