વજન ઘટાડવાથી લઈને મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટે ગ્રીન ટી પીવી ખૂબ જ ફાયદાકારક છે.



નિષ્ણાતોના મતે, ખાલી ગ્રીન ટી પીવાને બદલે તેમાં થોડું લીંબુ ઉમેરીને પીવું જોઈએ.



આ રીતે તે એક સુપરફૂડ કોમ્બિનેશન બની જાય છે અને ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.



શું તમે જાણો છો કે લીંબુ ભેળવી ગ્રીન ટી પીવી કેમ ફાયદાકારક છે?



લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે આપણે લીંબુના રસ સાથે ગ્રીન ટી પીતા હોઈએ છીએ ત્યારે પોષક તત્વો શરીરમાં સારી રીતે શોષાય છે.



તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.



ગ્રીન ટી અને લીંબુ બંનેમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે.



આ ઓક્સિડેટીવ તણાવ અને ત્વચામાં બળતરા ઘટાડે છે.



આ કૉમ્બિનેશન બોડી અને સ્કિન બંનેને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.



ગ્રીન ટી પચવામાં સરળ છે. જ્યારે તેમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે છે, તો તે પાચનમાં પણ સુધારો કરે છે.



જો તમને ગેસ, પેટનું ફૂલવું અથવા કબજિયાત જેવી સમસ્યા હોય તો તમારે ગ્રીન ટીમાં લીંબુ ઉમેરીને પીવું જોઈએ.



ગ્રીન ટી મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે જે વજન ઘટાડવા તરફ દોરી જાય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો