ઘણા લોકો માંસ અને માછલી જેવી વસ્તુઓ ખૂબ જ શોખથી ખાય છે

જેમાં પ્યુરીન નામનું તત્વ હોય છે. તેનાથી શરીરમાં યુરિક એસિડ બને છે.

વધુ પડતું રેડ મીટ અને સી-ફૂડ ખાવાથી યુરિક એસિડનું સ્તર ઝડપથી વધી શકે છે.

દારૂ અને ખાસ કરીને બીયરનું વધુ પડતું સેવન યુરિક એસિડ વધારવાનું મોટું કારણ છે.

જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી નથી પીતા, તો પણ શરીરમાં યુરિક એસિડ જમા થઈ શકે છે.

પાલક, ફુલાવર અને મશરૂમ જેવી શાકભાજીમાં પણ પ્યુરીન હોય છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

કેક, પેસ્ટ્રી જેવી વધુ ખાંડવાળી અને બેકરીની વસ્તુઓ પણ યુરિક એસિડની સમસ્યા પેદા કરી શકે છે.

સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, શરીરમાં આયર્નનું વધુ પ્રમાણ,ડાયાબિટીસ પણ યુરિક એસિડ વધવા માટે જવાબદાર હોઈ શકે છે.

સ્વસ્થ રહેવા માટે પ્યુરીનયુક્ત ખોરાકનું સેવન ટાળવું અને પુષ્કળ પાણી પીવું હિતાવહ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે