મોટાભાગના લોકો વિટામિન B12 વિશે જાણતા હશે પણ વિટામિન B6 વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.



વિટામિન B6 પણ તમારા શરીર માટે જરૂરી ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.



જો તમારા શરીરમાં લાંબા સમય સુધી વિટામિન B6 ની ઉણપ રહે છે, તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.



વિટામિન B6 હિમોગ્લોબિનના નિર્માણ માટે જવાબદાર છે. જો તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ હોય, તો તમને એનિમિયાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.



નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, વિટામિન B6 ની ઉણપને કારણે ખેંચ આવી શકે છે.



વિટામિન B6 ની ઉણપ ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે.



દૂધમાં વિટામિન B6 સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન B6 ની ઉણપને દૂર કરવા માટે માછલી અને ઈંડા ખાઈ શકાય છે



ગાજર, એવોકાડો, પાલક અને શક્કરિયામાં પણ વિટામિન B6 હાજર છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો