સવારનો સમય શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યારે આપણે આખી રાત આરામ કર્યા પછી જાગીએ છીએ, ત્યારે આપણા શરીરને ઉર્જા અને પોષણની જરૂર હોય છે.

જો દિવસની શરૂઆત યોગ્ય ફૂડથી ન કરવામાં આવે તો થાક, સુસ્તી અને પાચન સમસ્યાઓ વધી શકે છે.

નિષ્ણાંતોના મતે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

ત્યારબાદ તમે પલાળેલા બદામ અથવા કિસમિસ ખાઈ શકો છો જે આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે.

પપૈયા, સફરજન અથવા કેળા જેવા ફળો પણ સારા વિકલ્પો છે

કેટલાક લોકો હૂંફાળું પાણી અથવા મધ સાથે લીંબુ પાણી પસંદ કરે છે

ખાલી પેટે તળેલા અથવા મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.

વધુ પડતી ચા કે કોફી પીવાથી એસિડિટી વધી શકે છે. ખાલી પેટે ઠંડા પીણાં કે પેકેજ્ડ જ્યુસ પણ ટાળવા જોઈએ

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો