ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી હજારો લોકોના મોત થાય છે



જો કે, બધા સાપ ઝેરી નથી હોતા



જો કેટલીક સાવધાની રાખવામાં આવે તો જીવ બચી શકે છે



જો સાપ કરડે તો સૌથી પહેલા ગભરાયા વગર શાંત રહો



દૂરથી સાપને જોઈ લેવો અને કેવો દેખાય છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરવો



જેથી હૉસ્પિટલ લઈ જવાય ત્યારે સારવાર કરવામાં સરળતા રહે



સાપ કરડ્યો હોય તે ભાગમાંથી ઘરેણાં કે વીટીં જેવી વસ્તુઓ પહેરેલી હોય તો તેને ઉતારી દેવી



સાપ કરડ્યા બાદ દોડવું નહીં, બને તેટલું શાંત રહેવું



સમય ગુમાવ્યા વિના તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો