સામાન્ય શરદી કે ઉધરસ સામાન્ય રીતે 2–3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો તે લાંબા સમય સુધી રહે તો તેને અવગણવી નહીં.

કારણ કે લાંભા સમય સુધી રહેતી ઉધરસ કોઈ અન્ય બીમારીનો સંકેત હોઈ શકે છે

જો ખાંસી સતત ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહે, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે

ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા સતત તાવ હોય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.

ઉધરસ સાથે લોહી આવવું ગંભીર સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ.

ધૂમ્રપાન કરનારાઓ લોકોમાં લાંબા સમયની ઉધરસ ગંભીર રોગનો સંકેત હોઈ શકે છે.

ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી માત્ર કફ સિરપ લેતા રહેવું યોગ્ય નથી.

વહેલા તપાસ કરાવવાથી બીમારીની વહેલી સારવાર શરુ થઈ શકે છે

જો ઉધરસ લાંબા સમય સુધી ચાલુ રહે અથવા તેની સાથે ગંભીર લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે