જો તમને સતત 3 અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ આવતી હોય તો તે ટીબી હોવાની શક્યતા દર્શાવે છે

ઉધરસની સાથે પીળો અથવા લીલો કફ આવવો એ પણ ટીબીનો સંકેત હોઈ શકે છે

ઉધરસ ખાતી વખતે કફમાં લોહીના ડાઘા દેખાવા એ ગંભીર લક્ષણ છે

ઉધરસ ખાતી વખતે અથવા શ્વાસ લેતી વખતે છાતીમાં તીવ્ર દુખાવો થવો

હળવો અથવા મધ્યમ તાવ રહેવો, જે ખાસ કરીને સાંજ ના સમયે વધી જતો હોય.

રાત્રે સુતી વખતે અચાનક ખૂબ જ પરસેવો થવો

કોઈ ખાસ કારણ વગર ઝડપથી વજન ઘટવું અથવા ભૂખ ઓછી લાગવી

સતત નબળાઈ અને ખૂબ જ થાક અનુભવવો

ફેફસામાં ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા શ્વાસ ફૂલવો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે