શરીરમાં પ્રોટીનની ઉણપની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલા ઈંડા, ચિકન અને પનીર આવે છે.

પરંતુ જો તમે સંપૂર્ણ શાકાહારી હો, તો ચિંતા કરવાની જરૂર નથી.

ઘણી એવી શાકભાજી છે જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે.

આવો જાણીએ પ્રોટીનથી ભરપૂર શાકભાજી વિશે.

લીલા વટાણા પ્રોટીનથી ભરપૂર શાકભાજીમાં સૌથી આગળ આવે છે.

એક કપ લીલા વટાણામાં આશરે 8 ગ્રામ પ્રોટીન મળે છે.

હેલ્થ ફ્રીક્સની પસંદગી માનવામાં આવતી 100 ગ્રામ બ્રોકોલીમાં આશરે 2.8 ગ્રામ પ્રોટીન હોય છે.

પાંદડાવાળી શાકભાજીમાં એક કપ રાંધેલા પાલકમાં 5.3 ગ્રામ પ્રોટીન હોય છે.

શાકાહારી ચિકન તરીકે ઓળખાતા 100 ગ્રામ કાચા ફણસમાં આશરે 1.8થી 2.5 ગ્રામ પ્રોટીન મળે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે