આજકાલ તમામ ઉંમરના લોકોમાં હૃદય રોગ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે.



ખાસ કરીને હાર્ટ બ્લોકેજ જે હૃદયની ધમનીઓમાં બ્લોકેજને કારણે થાય છે



તેનું મુખ્ય કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ માનવામાં આવે છે



ડોક્ટરોના મતે લસણ, બ્રોકલી અને પાલક જેવી કેટલીક શાકભાજી હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે



લસણમાં હાજર એલિસિન, બ્રોકલીના એન્ટીઑકિસડન્ટ અને પાલકના નાઈટ્રેટ્ મળીને હૃદયને મજબૂત બનાવે છે અને બ્લોકેજનું જોખમ ઘટાડે છે.



ડોકટરો નિયમિત આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરવાની પણ ભલામણ કરે છે, જેથી હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે.



બ્રોકલી ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન K, C થી ભરપૂર સુપરફૂડ છે. તે ધમનીઓની દિવાલોને મજબૂત બનાવે છે



પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફોલિક એસિડ અને નાઈટ્રેટ હોય છે, જે લોહીને સાફ કરવામાં, સ્નાયુઓમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.



આ સાથે નિયમિત કસરત કરવી, તણાવ ઓછો કરવો અને સમય સમય પર આરોગ્ય તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો