શિંગોડામાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે.

કેટલાક લોકોને શિંગોડાની એલર્જી હોઈ શકે છે.

એલર્જીના લક્ષણોમાં ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો, પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા અથવા શ્વાસ લેવામાં તકલીફ સામેલ હોઈ શકે છે.

શિંગોડા કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં નેચરલ સુગર પણ હોય છે.

જોકે તેને મોટી માત્રામાં ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.

તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટમાં શિંગોડાને સામેલ કરતા અગાઉ ધ્યાન આપવું જોઈએ.

શિંગોડામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે સારું માનવામાં આવે છે.

જો તમારી પાચનશક્તિ નબળી હોય તો તેને ખાવાનું ટાળો

શિંગોડા વિટામિન K નો સારો સ્ત્રોત છે. લોહી પાતળું કરવાની દવા લેતા લોકોએ શિંગોડા ખાવાનું ટાળવું જોઈએ

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો