છેલ્લા 10 વર્ષમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને પુરુષોમાં ફેફસા અને મોઢાના કેન્સરના કેસમાં વધારો થયો છે.
નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના 2023ના રિપોર્ટ અનુસાર, ભારતમાં કેન્સરના 14,96,972 કેસ નોંધાયા હતા. આ આંકડા ચોક્કસપણે ચિંતાનો વિષય છે.
એક અંદાજ મુજબ, વર્ષ 2040 સુધીમાં ભારતમાં કેન્સરના કેસોની સંખ્યા બે થી ત્રણ ગણી વધી શકે છે.
લોકોમાં આ રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.
સ્તન કેન્સર, ફેફસાના કેન્સર અને મોંના કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
ભારતમાં સ્થૂળતા અનેક રોગોનું કારણ બની રહી છે. સ્થૂળતા પણ કેન્સરનું કારણ બની રહી છે.
જો શરીરમાં સતત થાક રહેતો હોય તો આ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
ભૂખ ન લાગવી અથવા હંમેશા પેટ ભરેલું લાગવું એ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
પેટમાં સતત દુખાવો કે અગવડતા રહેવી એ પણ કેન્સરની નિશાની હોઈ શકે છે.
પેશાબ કરતી વખતે પેશાબમાં ફેરફાર અથવા વધુ પડતું દબાણ અનુભવવાથી પણ કેન્સર થઈ શકે છે.
સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે સ્તન કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને ગાંઠ બનવા લાગે છે ત્યારે સ્તન કેન્સરની સમસ્યા થાય છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો