પલાળ્યા વગર ચોખા રાંધવાથી તેમાં રહેલા પોષક તત્વો શરીરને પૂરેપૂરા મળી શકતા નથી.

Published by: gujarati.abplive.com

ચોખામાં કુદરતી રીતે 'ફાયટિક એસિડ' હોય છે, જે ઝિંક, આયર્ન અને કેલ્શિયમના શોષણને રોકે છે.

Published by: gujarati.abplive.com

ચોખા પલાળવાથી આ એસિડ તૂટી જાય છે અને શરીરને ખનિજોનું સંપૂર્ણ પોષણ સરળતાથી મળે છે.

Published by: gujarati.abplive.com

લાંબો સમય પાણીમાં પલાળવાથી ચોખામાં રહેલા જંતુનાશકો અને 'આર્સેનિક' (ઝેરી ધાતુ) દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

પલાળવાની પ્રક્રિયાથી ચોખા 'પ્રી ડાયજેસ્ટ' થઈ જાય છે, જેનાથી તે પચવામાં એકદમ હળવા બને છે.

Published by: gujarati.abplive.com

પચવામાં હળવા હોવાથી તેને ખાધા પછી પેટમાં ગેસ, ભારેપણું કે અપચાની સમસ્યા થતી નથી.

Published by: gujarati.abplive.com

વધારાનો સ્ટાર્ચ પાણીમાં ઓગળી જવાથી રાંધ્યા પછી ચોખા ચીકણા થવાને બદલે એકદમ છૂટા બને છે.

Published by: gujarati.abplive.com

દાણા અંદર સુધી હાઇડ્રેટ થવાથી ચોખા ઝડપથી રંધાય છે, જેથી સમય અને ગેસ (બળતણ) ની બચત થાય છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદના સિદ્ધાંતો મુજબ પણ પલાળીને રાંધેલા ચોખા પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

પોષણ જાળવી રાખવા બ્રાઉન રાઈસને 6 8 કલાક અને બાસમતીને ઓછામાં ઓછા અડધો કલાક ચોક્કસ પલાળવા.

Published by: gujarati.abplive.com