પૂરતી ઊંઘ ન લેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ વધુ દેખાઈ શકે છે.

સતત થાક અને સ્ટ્રેસને કારણે પણ ડાર્ક સર્કલ વધી શકે છે

આંખોને વારંવાર ઘસવાથી આંખોની આસપાસની નાજુક ત્વચા પર અસર પડે છે.

ડિહાઇડ્રેશનને કારણે આંખોની નીચેનો ભાગ વધુ કાળો દેખાઈ શકે છે.

આંખોમાં એલર્જી અથવા બળતરા હોય તો પણ ડાર્ક સર્કલ દેખાઈ શકે છે

લાંબા સમય સુધી મોબાઇલ, કમ્પ્યુટર વગેરેની સ્ક્રીન જોવાથી આંખોમાં થાક આવે છે અને તેના કારણે ડાર્ક સર્કલ દેખાઈ શકે છે

લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચામાં પિગમેન્ટેશન વધી શકે છે, જેનાથી આંખોની નીચેનો ભાગ વધુ ઘેરો દેખાય છે

કેટલાક લોકોમાં ડાર્ક સર્કલ વારસાગત પણ હોઈ શકે છે.

ઉંમર વધવાની સાથે આંખોની નીચેની ત્વચા પાતળી થતી જાય છે, જેના કારણે ડાર્ક સર્કલ દેખાઈ શકે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે